Google Chrome OS અપડેટ લાગુ કરવામાં આવે પછી સ્વયંચાલિત રીબૂટ શેડ્યૂલ કરો.
જ્યારે આ નીતિ ટ્રૂ પર સેટ કરેલી હોય, જ્યારે Google Chrome OS અપડેટ લાગુ કરેલ હોય અને રીબૂટને અપડેટ પ્રક્રિયા પૂરી કરવાની આવશ્યકતા હોય, ત્યારે એક સ્વયંચાલિત રીબૂટ શેડ્યૂલ થાય છે. રીબૂટ તાત્કાલિક શેડ્યૂલ કરવામાં આવે છે પરંતુ જો વપરાશકર્તા હાલમાં ઉપકરણનો ઉપયોગ કરી રહ્યાં હોય, તો ઉપકરણ પર 24 કલાક જેટલું વિલંબિત હોઇ શકે છે.
જ્યારે આ નીતિ ફોલ્સ પર સેટ કરેલી હોય, ત્યારે Google Chrome OS અપડેટ લાગુ કરવા પછી કોઈ રીબૂટ શેડ્યૂલ કરવામાં આવતું નથી. જ્યારે વપરાશકર્તા ઉપરકણનું આગલું રીબૂટ કરે છે ત્યારે અપડેટ પ્રક્રિયા પૂર્ણ થાય છે.
જો તમે આ નીતિને સેટ કરેલી હોય, તો વપરાશકર્તાઓ તેને બદલી કે ઓવરરાઇડ કરી શકતા નથી.
નોંધ: વર્તમાનમાં, સ્વયંચાલિત રીબૂટ્સ ફક્ત જ્યારે લોગિન સ્ક્રીન બતાવવામાં આવેલી હોય અથવા કિઓસ્ક ઍપ્લિકેશન સત્ર પ્રક્રિયામાં હોય ત્યારે જ સક્ષમ હોય છે. કોઈ ચોક્કસ પ્રકારનું સત્ર પ્રક્રિયામાં છે કે નહીં તેને ધ્યાનમાં લીધા વિના, ભવિષ્યમાં આ બદલાશે અને નીતિ હંમેશા લાગુ રહેશે.
Registry Hive | HKEY_LOCAL_MACHINE |
Registry Path | Software\Policies\Google\ChromeOS |
Value Name | RebootAfterUpdate |
Value Type | REG_DWORD |
Enabled Value | 1 |
Disabled Value | 0 |