સાર્વજનિક સત્ર માટે ભલામણ કરાયેલ લોકેલ્સ સેટ કરવા

સાર્વજનિક સત્રો માટે ભલામણ કરાયેલ એક અથવા વધુ લોકેલ્સ સેટ કરે છે અને વપરાશકર્તાઓને સરળતાથી આમાંના એક લોકેલને પસંદ કરવાની મંજૂરી આપે છે.

વપરાશકર્તા સાર્વજનિક સત્રનો પ્રારંભ કરતાં પહેલાં લોકેલ અને કીબોર્ડ લેઆઉટ પસંદ કરી શકે છે. ડિફોલ્ટ તરીકે, Google Chrome OS દ્વારા સમર્થિત બધા જ લોકેલ્સ મૂળાક્ષરોનાં ક્રમ પ્રમાણે સૂચિબદ્ધ થયેલા હોય છે. તમે આ નીતિનો ઉપયોગ ભલામણ કરાયેલ લોકેલ્સના સેટને સૂચિની ટોચ પર ખસેડવા માટે કરી શકો છો.

જો આ નીતિ સેટ ન કરી હોય, તો વર્તમાન UI લોકેલને પહેલેથી પસંદ કરેલો હશે.

જો આ નીતિ સેટ કરેલી હોય, તો ભલામણ કરાયેલ લોકેલ્સને સૂચિની ટોચ પર ખસેડવામાં આવશે અને તેઓને અન્ય તમામ લોકેલ્સથી દૃશ્યક્ષમ રીતે અલગ પાડવામાં આવશે. ભલામણ કરાયેલ લોકેલ્સને નીતિમાં તેઓ જેમાં દેખાતાં હોય તે ક્રમમાં સૂચિબદ્ધ કરવામાં આવશે. ભલામણ કરાયેલ પ્રથમ લોકેલ પહેલેથી પસંદ કરાયેલ હશે.

જો એક કરતાં વધુ ભલામણ કરાયેલ લોકેલ હોય, તો એવું ધારી લેવામાં આવે છે કે વપરાશકર્તાઓ આ લોકેલ્સમાંથી પસંદ કરવા માંગે છે. સાર્વજનિક સત્ર પ્રારંભ કરતી વખતે લોકેલ અને કીબોર્ડ લેઆઉટ પસંદગીને મુખ્ય રૂપે ઓફર કરવામાં આવશે. અન્યથા, એવું ધારી લેવામાં આવે છે કે મોટાભાગનાં વપરાશકર્તાઓ પહેલેથી પસંદ કરાયેલ લોકેલનો ઉપયોગ કરવા માગે છે. સાર્વજનિક સત્રનો પ્રારંભ કરતી વખતે લોકેલ અને કીબોર્ડ લેઆઉટ પસંદગીને ઓછું મહત્વ આપીને ઓફર કરવામાં આવશે.

જ્યારે આ નીતિ સેટ કરેલી હોય અને સ્વતઃ લોગિન સક્ષમ કરેલ હોય (|DeviceLocalAccountAutoLoginId| અને |DeviceLocalAccountAutoLoginDelay| નીતિઓ જુઓ), ત્યારે આપમેળે પ્રારંભ થયેલું સાર્વજનિક સત્ર ભલામણ કરાયેલ પ્રથમ લોકેલ અને આ લોકેલ સાથે મેળ ખાતા સૌથી વધુ લોકપ્રિય કીબોર્ડ લેઆઉટનો ઉપયોગ કરશે.

પહેલેથી પસંદ કરાયેલ કીબોર્ડ લેઆઉટ એ હંમેશાં પહેલેથી પસંદ કરાયેલ લોકેલ સાથે મેળ ખાતો સૌથી વધુ લોકપ્રિય લેઆઉટ હશે.

આ નીતિ ભલામણ કરાયા પ્રમાણે જ સેટ કરી શકાય છે. તમે આ નીતિનો ઉપયોગ ભલામણ કરાયેલ લોકેલ્સના સેટને ટોચ પર ખસેડવા માટે કરી શકો છો પરંતુ વપરાશકર્તાઓને તેમના સત્ર માટે Google Chrome OS દ્વારા સમર્થિત કોઈપણ લોકેલને પસંદ કરવાની મંજૂરી હંમેશા હોય છે.

Supported on: SUPPORTED_WIN7

સાર્વજનિક સત્ર માટે ભલામણ કરાયેલ લોકેલ્સ સેટ કરવા

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS\Recommended\SessionLocales
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)